મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી અણિયારી ચોકડી પાસેથી માટીની બોરીની આડમાં ૯૩૪ પેટી દારૂ લઈ જતો ટ્રક ચાલક પકડાયો: બેની શોધખોળ


SHARE

















મોરબી અણિયારી ચોકડી પાસેથી માટીની બોરીની આડમાં ૯૩૪ પેટી દારૂ લઈ જતો ટ્રક ચાલક પકડાયો: બેની શોધખોળ

મોરબીની અણિયારી ચોકડી પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે ટ્રકમાં માટી ભરેલ બોરીઓની આડમાં મધ્યપ્રદેશથી ગાંધીધામ તરફ વિદેશીદારૂનો મોટા જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૫૬.૨૩ લાખના મુદામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી અને એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. સ્ટાફ દ્વારા કામ કરવામાં આવૈ રહ્યું છે ત્યારે રામભાઇ મઢ, ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે અમદાવાદથી માળીયા તરફ જતાં રસ્તા ઉપર ઓછ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થતાં ટાટા કંપનીના ટ્રકને રોકીને ચેક કર્યો હતો ત્યારે તે ટ્રકમાં માટીની બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે વિદેશીદારૂની હેરાફેરી કરતા આરોપી હનુમાનરામ વીરમારામ જાખડ જાતે ચૌધરી રહે. કકરાણા મુલાની તાલુકો સેડવા થાણુ બાકાસર જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાસે છે અને તેની પાસેથી માલ મોકલનાર નાથારામ તગારામ ચૌધરી જાતે જાટ રહે. વેરારી હાથલા તા.સેડવા જીલ્લો બાડમેર અને માલ મંગાવનાર બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે હાલમાં પોલીસે જુદીજુદી બ્રાન્ડનો ૯૩૪ પેટી જેમાં ૧૧૨૦૮ બોટલ દારૂ કબજે કરેલ છે અને ૪૬,૧૪,૯૬૦ નો દારૂ,  ૧૦ લાખનો ટ્રક તેમજ ૫૦૦૦ નો મોબાઈલ અને રોકડા ૩૪૦૦ રૂપીયા મળીને કુલ ૫૬,૨૩,૩૬૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે




Latest News