મોરબી અણિયારી ચોકડી પાસેથી માટીની બોરીની આડમાં ૯૩૪ પેટી દારૂ લઈ જતો ટ્રક ચાલક પકડાયો: બેની શોધખોળ
મોરબી તાલુકા અને માળિયા પંથકમાં પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજાયા
SHARE









મોરબી તાલુકા અને માળિયા પંથકમાં પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજાયા
મોરબી જિલ્લામાં આશરે ૨૦૦૦ થી વધુ નાના-મોટા કારખાનાઓ કાર્યરત હોવાના કારે અહીં સતત ભારે વાહનોની અવર જવર રહેતી હોય ખુબ મોટી સંખ્યામાં અહીં વાહન અકસ્માતના બનાવો બને છે.જેમાં લોકોની બેદરકારી તેમજ ટ્રાફિકને લઈને ખામીયુકત ડિઝાઈનથી બનેલ નેશનલ હાઇવે કે જેમા હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર જવા માટે કે સર્વિસ રોડ ઉપરથી મુખ્ય રોડ ઉપર ચડવા માટે રોંગસાઇડમાં જવું પડે તે પ્રકારનો હાઈવે હોવાના લીધે છાશવારે વાહન અકસ્માતના બનાવો બને છે તેમજ પોલીસતંત્રની આળસવૃતી આ બધી વસ્તુઓ જીલ્લાના ટ્રાફીક અને મોટી સંખ્યામાં થતા ફેટલ અકસ્માતો માટે જવાબદાર છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.
કારણ કે કદાચ સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતભરમાં મોરબી એક એવો જિલ્લો છે કે જ્યાં સૌથી વધુ વાહન અકસ્માતના બનાવો બને છે અને લોકો મોતના ખપ્પરમાં હોમાતા હોય છે અને અહીં વાહન અકસ્માતમાં મોતનો આંકડો સૌથી વધુ હોય તેવું પણ સામે આવ્યું છે.દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તેમજ માળીયા પોલીસ દ્વારા ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ટુ-વ્હિલર, ફોરવીલર અને ભારે વાહનોના ડ્રાઈવરોને અટકાવીને તેઓને ટ્રાફિક રૂલ્સ અંગે માહિતગાર કરાયા હતા અને પોતાની તેમજ અન્યની જીંદગીને સલામત રાખીને ડ્રાઇવિંગ કરવામાં આવે તે અંગે જરૂરી સુચના આપવામાં આવી હતી.મોરબી તાલુકા પોલીસ દ્રારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ રફાળેશ્વર ચાર રસ્તા અને ગાયત્રી સ્કૂલ મકનસર ખાતે યોજાએલ જેમા મોરબી તાલુકા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમો કરવામાં આવેલ આ તકે ડીવીઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી પઠાણ, તાલુકા પીઆઇ વિરલ પટેલ, ટ્રાફિક પીએસઆઇ બી.વી.ઝાલા, માળીયા પીએસઆઇ પી.જી.પનારા તેમજ ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
