મોરબીના વીરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા આપવા સરપંચની માંગ
માળીયા (મિ)ના નાના દહીસરા ગામે ઘરે વિજશોર્ટ લાગતા મહિલાનું મોત
SHARE









માળીયા (મિ)ના નાના દહીસરા ગામે ઘરે વિજશોર્ટ લાગતા મહિલાનું મોત
માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતી મહિલા પોતાના ઘરે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગઈ હતી ત્યારે તેને વીજ શોર્ટ લાગ્યો હોવાથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણા સીએચસીમાં લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા-મિયાણાના નાના દહીસરા ગામે રહેતા મુસાભાઇ સુમરાના પત્ની હસીનાબેન સુમરા (ઉંમર ૪૫) પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર ઇલેક્ટ્રિક મોટરને ચાલુ કરવા માટે ગયા હતા અને દરમિયાન તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને હસીનાબેન સુમરાનુ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની માળીયા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
દેશીદારૂની ભટ્ઠી
મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં રણુજા જવાના રસ્તે ફૂલકી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૫૦ લીટર આથો તેમજ ૨૦ લિટર તૈયાર દેશી દારૂ અને ગેસના બે ચૂલા સહિત અન્ય મળીને ૨૩૫૦ રૂપિયાનો માલ પોલીસે કબજે કરીને તને સનેસભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સરવૈયા જાતે કોળી (૩૬) રહે. પાણીના ટાંકા પાસે બગથળા વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે
