મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

નવતર પ્રયોગ: હળવદની શાળામાં પંચાયતની ચૂંટણી કરીને પ્રમુખની નિમણૂક કરાઇ


SHARE









નવતર પ્રયોગ: હળવદની શાળામાં પંચાયતની ચૂંટણી કરીને પ્રમુખની નિમણૂક કરાઇ

શાળા કક્ષાએથી જ બાળકો આપણી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય મતદાનનું મહત્વ સમજે તે માટે વિવિધ પ્રયાસો અવાર-નવાર કરવામાં આવતા હોય છે જેમાં શાળાઓ પણ સહભાગી થઈને સહકાર આપવામાં આવે છે. આવી જ કઇંક નૂતન પહેલની સાક્ષી બની છે હળવદની ડી.વી. પરખાણી પે.સે.શાળા નં.૭ કે, જ્યાં બાળકોને જ ચૂંટણી પ્રક્રિયા તેમજ  મતદાનનો સીધો ભાગ બનાવવામાં આવે છે.

હા, વાત છે હળવદની ડી.વી.પરખાણી પે.સે.શાળા નં. ૭ કે જેમાં બાળકોને ચૂંટણીનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય, બાળકોમાં નેતૃત્વના ગુણ વિકસે તે માટે દર વર્ષે શાળામાં શાળા પંચાયતની ચૂંટણી કરી પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ચૂંટણી કરી પ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી રીતુબેન રમેશભાઈ કુડેચા બહુમતીથી ચૂંટાઈને પ્રમુખપદના દાવેદાર બન્યા હતા જેમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ, સામાજિક વિજ્ઞાનના શિક્ષક અને બી.એલ.ઓ. પંકજભાઈ લકુમ, બી.એલ.ઓ. અશોકભાઈ લખતરિયા, બી.એલ.ઓ.  મહેશભાઈ માકાસણા, બી.એલ.ઓ. ધર્મેન્દ્રભાઈ મહેતા તથા સ્ટાફ પરિવારે સહકાર આપી બાળકોને ચૂંટણીના કાર્યનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો




Latest News