મોરબીના શનાળા રોડ ઉપર દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત
દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા માળિયા તાલુકાની સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
SHARE









દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા માળિયા તાલુકાની સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
સદાય સેવાકીય પ્રવૃતિઓ અગ્રેસર રેહતા દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા માળિયા મિંયાણા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની પાંચ સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.માળિયા મિંયાણા તાલુકાના હરીપર, જુના દેવગઢ, નવા દેવગઢ, જાજાસર અને બગસરા ગામની પ્રાથમિક શાળાઓમાં આ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર દેરક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.જે શૈક્ષણિક કીટમાં સ્કૂલ બેગ, અભ્યાસ સામગ્રી, ચોકલેટ અને બીસ્કીટ આપવામાં આવ્યા હતા. આ પાંચ શાળાઓમાં ફૂલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તદઉપરાંત બગસરા પ્રાથમિક શાળામાં ર કમ્પ્યુટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.ત્યારે શાળા પરિવાર, ગ્રામ પંચાયત તથા હાજર રહેલ ગ્રામજનો દ્વારા દેવ સોલ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ. ઝાલા અને એમડી હીરેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કંપનીના સીનયર અધિકારી વિવેક ધૃણા, રમજાન જેડા, અમિત સવસેટા અને ચેતન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
