માળીયા કચ્છ હાઇવે ઉપરથી તમંચા સાથે એક પકડાયો
SHARE









માળીયા કચ્છ હાઇવે ઉપરથી તમંચા સાથે એક પકડાયો
માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ શહેનશાહવલ્લીના પાટીયા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમત હથિયાર કબ્જે કરી પકડાયેલા શખ્સની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત મુજબ માળીયાથી કચ્છ તરફ જતા હાઇવે ઉપર આવતી શહેનશાહવલ્લીના પાટીયા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસને ચેક કરતા તેની પાસેથી સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને ફારુક દિલાવરભાઇ જેડા જાતે મિયાણા (ઉંમર ૩૫) રહે. જેડાવાસ માતમ ચોક માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દેશી બનાવટનો તમંચો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની સામેના ભાગમાં આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ચંપકભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (ઉંમર ૩૬) પોતાનું બાઈક નંબર જીજે એએ ૨૪૫૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૩૬ વી ૩૧૬૬ ના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ભાવિનભાઈને હાથે પગે અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી અને તેના વાહનમાં પણ નુકસાન થયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાશી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા ભાવિનભાઈ ધરોડિયાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
