મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપર નજીક અકસ્માત સર્જાઈને એકનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના ભોજપર નજીક અકસ્માત સર્જાઈને એકનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરના ભોજપર નજીક પાસે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં મૃતક વ્યક્તિના કાકાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ડમ્પરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

વાંકાનેરના ભોજપર નજીકથી પસાર થતાં ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને ગંભીર ઇજા થયેલ હતી અને તે પૈકીના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો ત્યાર બાદ રોષે ભરાયેલા લોકો દ્વારા અકસ્માત સર્જાનાર ડમ્પરને કાંડી ચાપીને સળગાવી નાખવામાં આવ્યું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના કાકા હરજીભાઈ બીજલભાઈ કાંજીયા જાતે કોળી (૪૫) રહે. આણંદપર વાળાએ આઈવા ડમ્પર નં. જી.જે. ૧૩ એ.ડબલ્યુ. ૯૬૪૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભત્રીજા પરબતભાઈ ઉફૅ મુનાભાઈ પ્રભુભાઈ કાંજીયા (૩૭) તથા પ્રવીણભાઈ કરમશીભાઈ સારલા રહે. માટેલ વાળા હોન્ડા ડ્રીમ નંબર જી.જે. ૩૬ એ.એ. ૨૪૧૩ લઈને આણંદપરથી વાંકાનેર આવતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેના ભત્રીજાના બાઇકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના ભત્રીજા પરબતભાઈ કાંજીયાનું મોત નીપજયું હતું અને પ્રવીણભાઈ સારલાને ઇજાઓ થઈ હતી હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(એ) એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અવધ સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રભુભાઈ વડાવીયા જાતે પટેલ (૩૭)એ વાહન નંબર જીજે ૩ એડબલ્યુ ૩૭૦૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વીશીફાટક પાસેથી જગજીવનભાઈ કેશવજીભાઈ ભાડજા જાતે પટેલ પોતાનુ ઈલેક્ટ્રીક મોપેડ લઈને ઘરેથી સેવા સદન તરફ જતા હતા ત્યારે આરોપીએ તેને હડફેટે લીધા હતા જેથી કરીને જગજીવનભાઈને માથામા પાછળના ભાગે તેમજ ડાબા હાથની આગળીઓમા ઈજા થતાં સારવારમાં ખસેડાયા છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News