મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના માળીયા ફાટક પાસેથી ગેરકાયદે ખનીજ લઈ જતો ટ્રક ઝડપાયો


SHARE









મોરબીના માળીયા ફાટક પાસેથી ગેરકાયદે ખનીજ લઈ જતો ટ્રક ઝડપાયો

મોરબીના ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે પાસેરામાં પુણી સમાજ કામગીરી કરવામાં આવતી હોય છે તે રીતે જ ગઇકાલે મોરબીના સામાકાંઠે માળિયા ફાટકના પાસેથી નીકળેલ ન્યુ ટાટા ૧૨ ટાયર વાળાને અટકાવવામાં આવ્યું હતું કે જેમાં બિન અધિકૃત ખનીજનું પરિવહન કરવામાં આવતું હોય ખનીજ અને ટ્રકને જપ્ત કરીને શૈલેષ ચકા ચારોલા રહે.મોતપરા તા.થાન જી. સુરેન્દ્રનગર વાળાની અટકાયત કરવામાં આવી હતી અને મુદ્દામાલને દંડ વસૂલવા માટે બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે 

સૂત્રમાંથી જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે જિલ્લામાં ભારે મોટી માત્રામાં ખનીજ પરીવહન થતું હોય છે અને જેમાં મોટાભાગે પાસ-પરમીટ-રોયલ્ટી કે મંજુરી વગર જ ખનીજ પરિવહન થતું હોય સમયાંતરે સ્ટેટ વિજિલન્સ દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવે તો સરકારી સંપતી વહેંચીને માલેતુજાર થતા ઇસમો ઉપર બ્રેક લાગશે અને સરકારી તીજોરીમાં પણ આવક વધશે માટે સમયાંતરે ફલાઇંગ સ્કવોડ દ્રારા ચેકીંગ થતુ રહેવુ જોઇએ તેવી લોકમાંગ ઉઠી રહી છે.

શંકાસ્પદ ઈસમ પકડાયો

મોરબી સીટી એ ડીવીઝ્ન વિસ્તારમાં એ.એસ.આઈ કિશોરદાન ગઢવી, આસીફભાઈ રાઉમાં તથા સિધ્ધરાજસિંહ જાડેજા પેટ્રોલીંગમા હતા ત્યારે ધકાવાળી મેલડીમાના મંદીર પાસેથી વીશીફાટક બાજુથી જતાં સ્પેલન્ડર બાઇકને રોકીને બાઇક લઈને જતાં યુવાન પાસેથી કાગળો માંગતા તે ગલ્લા તલા કરવા લાગેલ હતો જેથી અલ્તાફ ઉર્ફે અબો અબ્દુલભાઈ જેડા જાતે મિયાણા (૨૦) રહે. વીશીપરા ધક્કાવાળી મેલડીમાના મંદીર નજીક વાળાની અટકાયત કરીને પોલીસે નંબર પ્લેટ વગરના બાઇકને શકપડતી મીલ્કત ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News