મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક ડમ્પર સાથે ડમ્પર અથડાવિને ડ્રાઈવરનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ


SHARE









મોરબી નજીક ડમ્પર સાથે ડમ્પર અથડાવિને ડ્રાઈવરનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ

મોરબીના જેપુર ગામ પાસે ડમ્પરની સામે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે તેનું વાહન ધડાકાભેર અથડાવ્યું હતું જેથી અકસ્માત સર્જાયો હતો અને ડમ્પરના ડ્રાઇવરને ઈજા થઈ હોય તેનું મોત નીપજયું હતું અને ક્લીનરને માથામાં ગંભીર ઇજા થઇ હતી જેની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલકની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા રણજીતભાઈ સુખાભાઈ મિયાત્રા જાતે આહિર (ઉંમર ૩૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૫૦૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની સીમમાં આવેલ શાંતિનગર સોસાયટી પાસેથી તેઓ પોતાનું ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૭૯૭ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાનું ડમ્પર રોંગ સાઈડમાં ચલાવીને તેઓના ડમ્પરની સાથે ડમ્પર અથડાવ્યું હતું જેથી ડમ્પર ચાલક રણજીતભાઈ મીયાત્રાને પગમાં સાથળના ભાગે ઇજા થઈ હતી અને ક્લિનર કિશોરભાઈ સોમાભાઈ ભંગેરિયા રહે.કુંતાસી વાળાને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી પોતાનું ડમ્પર લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો. આ બનાવમાં રણજીતભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકાનાં પીએસઆઈ વી.બી.પીઠિયા અને રાઇટર વિજયભાઈ સવસેટા દ્વારા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક અવેશ હારૂનભાઇ કટિયા જાતે મિયાણાં (૩૫) રહે. કુલીનગર વીસીપાર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

પતિએ માર મારતા પરણીતા સારવારમાં 

મોરબીના કંડલા બાઈપાસ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા રૂક્ષ્મણીબેન કમલેશભાઈ ડાભી નામની ૩૦ વર્ષની પરણીતાને તેના ઘેર તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા રૂક્ષ્મણીબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા મનોજ દેવજીભાઈ ભાંભી નામના ૨૬ વર્ષીય યુવાનને ગામ નજીક અજાણ્યા શખ્સની સાથે બોલાચાલી થતા અજાણ્યા ઇસમ દ્વારા મનોજભાઇને માથાના ભાગે માર મારવામાં આવતા ઈજાઓ થવાથી તેને સારવારમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News