મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની એપ્લીકેશનમાં માહિતી અપલોડ ન કરનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં પોલીસની એપ્લીકેશનમાં માહિતી અપલોડ ન કરનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારી માટે આવતા મજૂરોનો ડેટા રાખવા માટે થઈને મોરબી એસયોર્ડ નામની એપ્લિકેશન પોલીસ દ્વારા બનાવવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટરે તેની પોતાની તેમજ તેના મજૂરોની વિગતો અપલોડ કરી ન હતી જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં રોજગારી મેળવવા માટે થઈને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઘણા લોકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે અને તે તમામ લોકોનો ડેટા રાખી શકાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મોરબી એસયોર્ડ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે અને તેમાં જે તે વ્યક્તિ કે કોન્ટ્રાક્ટરે તેની પોતાની તેમજ તેની સાથે કામ કરતાં માણસોની આઈડી પ્રૂફ સાથેની માહિતી અપલોડ કરવાની થતી હોય છે જોકે મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એવેન્જર સીરામીક કારખાનામાં કામ કરતા દેવીપ્રસાદ ઉર્ફે દેવરાજ પુરણલાલ સેન જાતે વાણંદ (ઉંમર ૨૫) રહે, હાલ એવેન્જર સીરામીક મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ પોતાની કે પછી તેની નીચે કામ કરતા માણસોની કોઈ પણ જાતની માહિતી કે આધાર પુરાવા મોરબી એસયોર્ડ નામની એપ્લિકેશનમાં આપ્યા ન હતા જેથી તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News