મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં આરોગ્ય વિભાગની ૧,૩૭૭ ટીમોની રચના કરાઈ


SHARE







મોરબીમાં આરોગ્ય વિભાગની ૧,૩૭૭ ટીમોની રચના કરાઈ

સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર સાથે મેઘરાજાએ મોરબી જિલ્લામાં પણ સર્વત્ર અનરાધાર વરસાદ સાથે એન્ટ્રી મારી છે. જિલ્લામાં વરસાદ પછી રોગચાળાને ફેલાતો અટકાવવા તેમજ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ સંલગ્નની કામગીરી માટે મોરબી જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા વર્કર સહિત કુલ ૧,૩૭૭ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા હાલ સુધીમાં ૮,૦૮૨૦ ઘરોની મુલાકાત લઇ ૩,૯૯,૦૦૩ જેટલા લોકોને સઘન સર્વેલન્સમાં આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેલન્સ દરમ્યાન ૧,૮૪૦ લોકોના લોહીની તપાસ પણ કરવામાં આવી છે. વધુમાં અતિ વરસાદના કારણે કોઈ ઈમરજન્સી ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે દરેક તાલુકાઓમાં ગાડી, ડ્રાઈવર, ડોકટર્સ અને જરૂરી સ્ટાફ, દવા તથા જરૂરી તમામ સાધન સામગ્રી સાથે એક-એક મેડીકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. આમ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતી કામગીરી માટે અને અતિવૃષ્ટિ અંતર્ગત કોઈ વધુ જરૂરીયાત જણાય તેમના માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત કરી રોગચાળા અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા છે. ઉપરાંત ઘરઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલની સ્થિતિમાં પાણીજન્ય રોગચાળાથી બચવા શું કરવું–શું ન કરવું વગેરે બાબતોની માહિતી આપી લોકોમાં પાણી જન્ય રોગચાળાથી બચવા અંગે જાગૃતિ કેળવવાની પણ કામાગીરી કરવામાં આવી રહી છે.  વરસાદની પરીસ્થિતિને ધ્યાને લઇ કોઇપણ જાતનો પાણીજન્ય રોગચાળો ફેલાય નહિ તે માટે જરૂરી તમામ તકેદારી રાખવા તમામ લોકોને જિલ્લા વહિવટીતંત્ર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ. કતીરા તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.સી.એલ. વારેવડીયા દ્વારા અપીલ કરાઈ છે.

ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૦/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું






Latest News