મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટ- હરિઓમ પાર્કમાં જુગારની બે રેડ: ૪ મહિલા સહિત ૧૪ જુગારી પકડાયા


SHARE









મોરબીના કાલિકા પ્લોટ- હરિઓમ પાર્કમાં જુગારની બે રેડ: ૪ મહિલા સહિત ૧૪ જુગારી પકડાયા

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં તેમજ ધૂટું ગામ પાસે હરિઓમ પાર્ક સોસાયટીમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર મહિલા સહિત કુલ મળીને ૧૪ જુગારીઓ ઝડપાયા હતા અને પોલીસે તેઓની પાસેથી રોકડા ૨૯૧૬૦ કબજે કરીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૪ માં સતવારા બોર્ડિંગની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કમલેશભાઈ પ્રભુભાઈ અગેચાણીયા, અબ્દુલભાઈ કાદરભાઈ સમા, અકબરભાઈ જમાલભાઈ સમા, અશરફભાઈ ઉસ્માનભાઈ શેખ, કાસમભાઈ હસનભાઈ સોલંકી, ઇમરાનભાઈ મહમદભાઈ કુરેશી અને કાસમભાઈ હુસેનભાઇ શેખ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૧૦૦ ની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

તો મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હાર્દિકભાઈ નથુભાઈ ભૂત, જોનીભાઈ સુરેશભાઈ વાછાણી, યશભાઈ ધર્મેન્દ્રભાઈ કાલરીયા, રસીલાબેન જીગ્નેશભાઈ ગોઠી, સોનલબેન જસ્મીનભાઈ ભૂત, ખ્યાતિબેન ઉર્ફે જાનકીબેન જોનીભાઈ વાછાણી અને મીનાબેન ધર્મેન્દ્રભાઈ કાલરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૯૦૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News