મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ફ્લેટમાંથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બિયરના ટીન સાથે બેની ધરપકડ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે ફ્લેટમાંથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બિયરના ટીન સાથે બેની ધરપકડ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા શખ્સનાં ઘરમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૭૧ બોટલ અને બિયરના ૧૨૦ ટિન મળી આવ્યા હતા જેથી પોલીસે બે શખ્સની દારૂ અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી તેની પાસે દારૂ બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મમંગલ સોસાયટીના લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ૧૦૧ નંબરના ફ્લેટમાં રહેતા જતીનભાઈ છગનભાઈ માકાસણાના રહેણાંક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૭૧ બોટલ મળી આવી હતી તેમજ બિયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૫૭૨૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જતીનભાઈ છગનભાઈ માકાસણા જાતે પટેલ (ઉંમર ૨૬) તેમજ કેતનભાઇ ઘનશ્યામભાઈ વરમોરા જાતે પટેલ (૨૨) રહે. પબજી ફેશન શોરૂમ પાસે નવસર્જન વિદ્યાલયની પાછળ ધૂટું વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News