ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલ યુવાનના ખિસ્સામાંથી એક લાખની ચોરી કરવાના ગુનામાં એકની ધરપકડ: બેની શોધખોળ


SHARE







મોરબીમાં રિક્ષામાં બેઠેલ યુવાનના ખિસ્સામાંથી એક લાખની ચોરી કરવાના ગુનામાં એકની ધરપકડ: બેની શોધખોળ

મોરબીના જેતપર ગામે આવેલ બેંકમાંથી રૂપિયા ઉપાડીને કૌટુંબિક કાકાના હાથ ઉછીના લીધેલા રૂપિયા મોરબી આપવા માટે આવી રહેલ યુવાન રિક્ષામાં બેઠો હતો અને ત્યારે રિક્ષામાં તેની પહેલાથી જ બેઠેલા અન્ય બે શખ્સો દ્વારા કોઈપણ રીતે તેના ખિસ્સામાંથી રોકડા એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને રીક્ષા ચાલક તથા રિક્ષામાં બેઠેલા બે શખ્સોની સામે ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે લાખના મુદામાલ સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરેલ છે અને બીજા બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને મોરબી તાલુકાનાં ઘૂટું ગામે વાડી રાખીને ખેતીનું કામ કરતા પ્રવીણભાઈ આંબાભાઈ જસાપરા જાતે પટેલ (૪૪) સીએનજી રીક્ષામાં બેસીને થોડા દિવસો પહેલા જેતપર ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા એક લાખ રિક્ષામાં તેની સાથે પાછળના ભાગમાં બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ ચોરી કરી લીધેલ છે જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની રિક્ષા ચાલક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે મોરબી એલ.સી.બી.ના રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે ધનજીભાઇ દેવજીભાઇ કોળી રહે. રાજકોટ વાળોની રિક્ષા નંબર જીજે ૩ બિયું ૨૦૨૩ સાથે નવલખી ફાટકથી બાયપાસ રોડ જતાં રસ્તા ઉપરથી રોકડા રૂપિયા એક સાથે ધરપકડ કરવામાં આવી હતી  

હાલમાં પોલીસે આરોપી પાસેથી રોકડ અને રિક્ષા મળીને બે લાખનો મુદામાલ કબજે કરેલ છે અને પકડાયેલા આરોપીએ તેના મિત્રો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની તેને કબૂલાત આપેલ છે જેથી કરીને પોલીસે આરોપી ધનજીભાઇ દેવજીભાઇ ગેડાણી જાતે કોળી (૩૯)  રહે. રાજકોટ રેલ્વે સ્ટેશનની સામે કોઠી કપાઉન્ડ, રેલ્વેના કવાટર્સ બ્લોક નંબર-૨૯ વાળાની ધરપકડ કરી છે અને આ ગુનામાં આરોપી હાર્દીક મનસુખભાઇ ભાલાળા જાતે કોળી રહે. પોપટપરા રાજકોટ અને અમીત કોળી રહે. પોપટપરા રાજકોટ વાળાને પક્દ્વના બાકી છે જેથી કરીને પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં પકડાયેલ આરોપી સામે જુદાજુદાં પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુના નોંધાયેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર. ગોઢાણીયાની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એ.ડી.જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News