મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઝડપાયેલ ૩૨.૭૦ લાખના દારૂના જથ્થામાં ૧૩ સામે નોંધાઈ ફરિયાદ


SHARE









મોરબીમાંથી ઝડપાયેલ ૩૨.૭૦ લાખના દારૂના જથ્થામાં ૧૩ સામે નોંધાઈ ફરિયાદ

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી બોટલો તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૫૧૪ બોટલો કબ્જે કરીને ૩૨.૭૦ લાખના દારૂ ઉપરાંત ટ્રક સહિત ૪૩.૬૭ લાખનો મુદામાલ કબજે કરીને બે આરોપીને ઝડપી લીધા હતા અને બાદમાં પોલીસે મોરબી એ ડિવિઝન ખાતે દારૂ મંગાવનાર તેમજ મોકલાવનાર સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગઇકાલે રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં ટ્રકમાં ભરીને લઈ આવવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૫૧૪ બોટલો કબજે કરેલ છે જેની કિંમત રૂપિયા ૩૨.૭૦ લાખ અને ૧૦ લાખની કિંમતનો ટ્રક સહિતનો મુદામાલ મળીને પોલીસે ૪૩.૬૭ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકમાં આ દારૂનો જથ્થો ભરીને લઈને આવેલ ટ્રક ચાલક ચુનારામ મોટારામ ગોદારા જાતે જાટ (૩૮) રહે. જાખરોનની ધાણી, રાવતસર ગામ જીલ્લો બાડમેર રાજસ્થાન અને માલ ઉતારનાર રોહીતકુમાર રાજેશભાઇ બારીયા (૨૨)  રહે. હાલ ગોડાઉનની બાજુમાં મુળ રહે કોઠંબા મહિસાગર વાળની ઝડપી લીધા હતા અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે. શનાળા, ડેનીશકુમાર કાન્તીલાલ મારવાણીયા, રહે.મારવાણીયા સ્ટાર ૧ રાજપર, પ્રગ્નેશભાઇ નાગજીભાઇ ઘોડાસરા, વિરેનભાઇ ભગવાનજીભાઇ ગઢીયા, દારૂનો જથ્થો મોકલનાર રાઉતારામ (રાજસ્થાન), ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપનાર કરનલ (હરીયાણા), જે ટ્રકમાં દારૂ આવ્યો તેનો માલિક અને અજાણ્યા ચાર મજુર આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે જેમાંથી બે આરોપી ઝડપાયા છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ કેસની તપાસ મોરબી એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમાને સોપવામાં આવી છે




Latest News