વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના મામલતદાર સરકારી જમીન ઉપર દબાણ કરનારા છ શખ્સો સામે કરી લેન્ડ ગ્રેબિંગ


SHARE









વાંકાનેરના મામલતદાર સરકારી જમીન ઉપર દબાણ કરનારા છ શખ્સો સામે કરી લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને જમીન પચાવી પાડવામાં આવી હતી જેથી કરીને વાંકાનેરના મામલતદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ ગામે સર્વે નંબર ૨૬૯ થી ૯૦૦ ચોરસ મીટર સરકારી જમીન ગેરકાયદેસર કબજો કરીને પચાવી પાડવામાં આવી હતી અને તેના ઉપર અનઅધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો જેથી કરીને વાંકાનેરના મામલતદાર ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણી (ઉંમર ૨૮) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવાભાઈ રામભાઈ ચાવડા, ખીમાભાઈ સવાભાઈ ચાવડા, રાજુભાઈ સવાભાઈ ચાવડા, મોહનભાઈ સવાભાઈ ચાવડા, અરવિંદભાઈ સવાભાઈ ચાવડા અને દિનેશભાઈ ખીમાભાઈ ચાવડા રહે. બધા માટેલ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News