વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી-ત્રણ સંતાન ઇજાગ્રસ્ત


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી-ત્રણ સંતાન ઇજાગ્રસ્ત

મોરબી નજીકના જોધપર ગામથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા બાઈકને અજાણી કારના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને પતિ, પત્ની અને તેના ત્રણ સંતાનો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જોધપર નદી ગામે હસમુખભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા અલ્પેશભાઈ વરસીંગભાઇ સગાડ (૩૨) તેના પત્ની સંગીતાબેન અલ્પેશભાઈ સગાડ (૩૦), દીકરી પૂજાબેન (૧૩), દીકરી રોશનીબેન (૭) અને દીકરો ગગન (૧૧ મહિના) ને બાઈકમાં બેસાડીને રાત્રિના સાડા આઠ વાગ્યે વાડીએથી ઘરે જતાં હતા ત્યારે રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર તેઓના બાઈકને અજાણી કરનાર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દંપતી સહિત પાંચેયને ઇજા થતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકો પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બાઈક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામે સાનિધ્ય પાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ કાનજીભાઈ દેત્રોજા 57 હળવદ તાલુકાના દેવળીયા ચોકડી પાસેથી પ્રતાપગઢના પાટિયા તરફ જવાના રસ્તા પાસેથી જતા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઘનશ્યામભાઈ દેત્રોજાને ઇજાઓ થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક સ્લીપ

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર રહેતો હરેશભાઈ બેચરભાઈ કંઝરિયા (૩૩) નામનો યુવાન પોતાનું બાઈક લઈને પંચાસર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News