મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઈકને હડફેટે લઇ યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ


SHARE











મોરબીના લાલપર પાસે બાઈકને હડફેટે લઇ યુવાનનું મોત નિપજાવનાર આઇસર ચાલકની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે આઇસર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જોકે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનો મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના પત્નીએ આઇસર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી પાડેલ છે.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતા રેશમાબેન ફારૂકભાઈ મોવર (ઉંમર ૨૫) એ બે દિવસ પહેલા આઇસર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૫૬૬૬ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે તેઓના પતિ ફારૂકભાઈ ઉર્ફે કાળુભાઇ ઈસ્માઈલભાઈ મોવર પોતાનું બાઈક લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે શ્રીજી સિરામિક સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉપરોકત નંબરના આઇસર ચાલકે તેમના પતિના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને તેઓના પતિ ફારૂકભાઇને માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઑ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેમનું મોત નીપજ્યું છે. હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરીયાદ ઉપરથી તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરીએ આઇસર ચાલક બળદેવ કાળુભાઈ રાતડીયા જાતે ભરવાડ (૨૬) રહે.કડીયાણા પેટ્રોલપંપ પાસે તા.હળવદ જી.મોરબીની ઉપરોક્ત અકસ્માત બનાવવા ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં બે ને ઈજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતું.જે બનાવમાં ઇજાઓ થવાથી જયનિલ હિતેશ રામાનુજ (૨૧) રહે.રોટરીનગર સામાકાંઠે મોરબી-૨ તેમજ જયપાલસિંહ પરાક્રમસિંહ ઝાલા (૨૧) રહે.પીપળી તા.મોરબી વાળાઓને ઇજા થતા બંનેને સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબાવાડી નજીક રહેતો ચંદુભાઈ ભરતભાઈ તડવી નામનો ૨૨ વર્ષીય યુવાન વાડીએ દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ઈલાબેન પ્રદીપભાઈ જોગીદાસ નામના ૫૩ વર્ષીય આધેડ મહિલા બાઇકમાં જતા હતા ત્યારે બાલા હનુમાન મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી ઇલાબેનને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News