વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં વંદે ગુજરાત યાત્રા અંતર્ગત લોકોને સરકારી યોજનાના લાભ અપાયા


SHARE









મોરબીના ગાળા ગામે મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં વંદે ગુજરાત યાત્રા અંતર્ગત લોકોને સરકારી યોજનાના લાભ અપાયા

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં બે રથ ગામે ગામ ફરી રહ્યા છે. જે અન્વયે મોરબી તાલુકાના ગાળા ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની રૂપરેખા પુરી પાડી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને વિકાસની નવી દિશા આપવામાં આવી છે.  આ ઉપરાંત વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત હર ઘર તિરંગા સંદર્ભે દરેક ગ્રામજનોને ૧૩, ૧૪ અને ૧૫ ઓગસ્ટ દરમિયાન ઘર ઘર તિરંગા લગાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૧૦૦ ટકા રસીકરણ માટે ગાળા સરપંચ અને ગ્રામ પંચાયતની સરાહના કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વિકાસ યાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા નિરામય ગુજરાત અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોને વન વિભાગ દ્વારા ઔષધિય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News