મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે જજના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ


SHARE









ટંકારાના લજાઈ પાસે જજના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં જજના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘરમાંથી કોઈ મુદ્દામાલ હાથ ન લાગતાં તસ્કર નાસી છૂટ્યા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મધુબન ગ્રીન્સ સોસાયટીમાં રહેતા વૃદ્ધે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં મોરબીના પૂર્વ જજ તૃપ્તિબેન ધીરજલાલ પડીયાનું બ્લોક નંબર સી-૬ મકાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાના નકુચા તોડીને રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશ કર્યો હતો જોકે, કોઈ મુદ્દા માલ તસ્કરને હાથમાં આવેલ નથી પરંતુ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી હાલમાં મધુબન ગ્રીન્સ સોસાયટીમાં રહેતા સુંદરજીભાઈ હિરજીભાઈ આઘેરા જાતે પટેલ (ઉંમર ૫૯) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News