વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર કુંભારપરામાં જુગાર રમતા સાત પકડાયા: એક ફરાર


SHARE









વાંકાનેર કુંભારપરામાં જુગાર રમતા સાત પકડાયા: એક ફરાર

વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સાત જુગારીઓની ૧૦૫૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને નાશી છૂટેલા એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર સિટી પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સર્વેલન્સ ટીમના માણસો કામગીરી કરી રહ્યા છે ત્યારે શક્તિસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઇ ભુરાભાઈ સોલંકીને સંયુક્તમા ખાનગી રાહે હકીકત મળેલ હતી કે, વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી (૫૯), મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર (૬૦), મેહુલભાઈ વિનયચંદ મારૂ (૪૨), અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા (૨૪), ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી (૫૦), દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા (૬૩) અને રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયા (૫૪) જુગાર રમતા મળી આવ્યા હતા અને પોલીસને જોઈને સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા રહે.વાંકાનેર વાળો નાશી ગયો હતો જેથી કરીને પોલીસે સાત આરોપીને પકડીને તેની પાસેથી રોકડા રૂપીયા ૧૦,૫૫૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી




Latest News