મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ૪૦ લાખની ચોરીની સ્ટોરી આંગડિયા પેઢીના કર્મચારીઓએ ઊભી કરી હોવાનો ધડાકો


SHARE







મોરબીમાં ૪૦ લાખની ચોરીની સ્ટોરી આંગડિયા પેઢીના કર્મચારીઓએ ઊભી કરી હોવાનો ધડાકો

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાની જાહેરાત આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને ચોરીની કોઈ ઘટના જ ન બની હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં ચોરીની જાહેરાત કરનારાઓએ ચોરીની સ્ટોરી ઊભી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે બંને શખ્સની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ગત ૨૬ જુલાઈના રોજ ભુજ-રાજકોટ રૂટની એસ.ટી. બસમાં મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢીના રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ત્રણ થેલા લઇને ભુજથી રાજકોટ આવતા હતા. ત્યારે એક થેલાની રોકડા ૩૦ લાખ તથા ૧૦ લાખના સોના-ચાંદીના દાગીના ભરેલ થેલાની ચાલુ બસે કોઇ અજાણ્યા શખ્સે ચોરી કરી હોવાની જાહેરાત તે કર્મચારીઓ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી અને ચોરીની કોઈ ઘટના જ બની ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢીના કર્મચારી આનંદજી હમીરજી પરમાર રહે. હાલ સોની બજાર રાજકોટ મુળ રહે પાટણ અને અજીતસિંહ નથાજી પરમાર રહે. સબોસણ જિલ્લો પાટણવાળાની ધરપકડ કરેલ છે અને તેને સિધ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે. કોસા જિલ્લો પાટણ વાળા સાથે મળીને થેલો ગાયબ કરવાનો પ્લાન કર્યો હોવાની કબૂલાત આપી છે જેથી બે આરોપીને પકડીને પોલીસે ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અત્રે ઉલેખનીય છે કે, સિધ્ધરાજસિંહ પરમારને આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ ભુજ-રાજકોટ રૂટની બસમાં બેસી ગયેલ હતો અને ભચાઉની ટિકિટ લઈ આ બન્ને કર્મચારીઓએ રોકડ રૂપીયા તથા સોના-ચાંદીના પાર્સલ ભરેલ થેલો તેને આપી દીધો હતો જે થેલો લઇને તે ભચાઉ બસ સ્ટેન્ડે ઉતારી ગયેલ હતો. અને બાકીના બંને આરોપીઓએ મોરબી આવીને ચોરીની જાહેરાત કરી હતી આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. અને પેરલો ફર્લો સ્કવોડ તેમજ ટેકનીકલ ટીમ, એએચટિયુંના કર્મચારીએ કરી હતી






Latest News