મોરબીમાં રિસામણે બેઠેલી બહેનને લઈ જવાની ના પાડતા યુવાન ઉપર થયો હતો છરી વડે હુમલો
માળિયા (મી)ના કાજરડા ગામે એસિડ પીને બ્લેડ વડે હાથ ઉપર ચેકા મારતા યુવતી સારવારમાં
SHARE









માળિયા (મી)ના કાજરડા ગામે એસિડ પીને બ્લેડ વડે હાથ ઉપર ચેકા મારતા યુવતી સારવારમાં
મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના કાજરડા ગામે યુવતીએ એસિડ પી લીધા બાદ પોતાના હાથે પોતાના હાથ ઉપર બ્લેડ વડે ચેક મારી લીધા હતા જેથી તેને સારવારમાં મોરબી ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ માળિયાના કાજરડા ગામે રહેતી હીનાબેન જુસબભાઈ મોવર નામની ૨૩ વર્ષીય યુવતીએ તેના ઘેર એસિડ પી લીધું હતું અને બાદમાં પોતાની જાતે જ પોતાના હાથ ઉપર બ્લેડ વડે ચેકા માર્યા હતા જેથી કરીને તેણે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ બોરાણા દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ ધરવામાં આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં ખુલ્યું હતું કે તેની માતા દ્વારા અવારનવાર નજીવી વાતે ઠપકો દેવામાં આવતો હોય તે બાબતનું મનોમન લાગા આવ્યુ હતુ જેથી તેણીએ આ પગલું ભર્યું હતું..!
પરણીતા સારવારમાં
મોરબી તાલુકાના ઝીંઝુડા (આમરણ) ગામે રહેતા નૂરજહાબેન ગનીભાઈ નોબે નામની ૩૫ વર્ષીય મહિલાને તેના ઘેર તેના પતિ દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત નૂરજહાબેનને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
