મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા સુરજી ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત


SHARE







ટંકારાના નેસડા (સુરજી) ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની પંદર વર્ષીય સગીરાને વાડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલ નેસડા (સુરજી) ગામે પ્રભુભાઈ જીવાણીની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની રોશનીબેન નટુભાઈ ચૌહાણ જાતે આદિવાસી ભીલ નામની ૧૫ વર્ષીય સગીરાને ગત મોડી રાત્રીના વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નિપજયુ હતુ.જેથી તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસ મથકના વસંતભાઈ વઘેરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ વોટેરો સેનેટરી નજીક રહેતા મગનભાઈ નાડિયાનો નવ વર્ષીય પુત્ર પરેશ પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો ત્યારે ગતરાત્રીના દશેક વાગ્યાના અરસામાં જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઈજાઓ થતાં પરેશ મગનભાઇ (ઉમર ૯) ને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ નજીક ઓશીયન સીરામીક પાસે કામ દરમિયાન ગઈકાલે ઝેરી જનાવર કરડી જવાથી મનોજભાઈ રામલગનભાઈ યાદવ નામના ૩૫ વર્ષના મજૂર યુવાનને અત્રેની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરની શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન કિશનભાઇ ગોહિલ નામની ૨૫ વર્ષીય પરણીતાને તેની સાસરીમાં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી રિદ્ધિબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News