મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા


SHARE







ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા

રાજયભરમાં ગૌધન ગૌવંશમાં લમ્પી વાયરસ ફેલાવવાથી ગાયોનું મરણ આંક વધી રહ્યો છે. ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ગુજરાતભરના પશુધનમાં લમ્પી વાયરસ ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ૫.૩૪ લાખ જેવુ ગૌધન કચ્છમાં છે અને ૧.૫૦ લાખ જેવા ગૌધન બચાવ માટે રસીકરણ થયેલ છે. હાલમાં ૭૦ થી ૭૨ તબીબી ટીમો, સ્વયંમ સેવકોને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે.

આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત બધાને રજુઆત કરેલ છે. ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ કરવામાં આવે અને વધુને વધુ પશુવાનની પણ આવશ્યકતા છે. આ બાબતે પશુપાલકો, જન પ્રતિનિધિઓ ગૌશાળા સંચાલકોની રજુઆતોને લઈ આજે પણ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી છે. વધુ તબીબી ટીમો, ૧૦૦ ટકા રસીકરણ, જન જાગૃતી અને સાવચેતીના પગલા ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓ આ વાયરસથી બચાવી શકાય તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News