મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે વધૂએ વાહન ધારકને અકસ્માતનો વીમો આપાવ્યો
મોરબીના બહાદુરગઢ ગામ પાસે થયેલ 7.27 લાખની ચિલઝડપના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડઃ 2.29 લાખનો મુદ્દામાલ કબજે
SHARE
મોરબીના બહાદુરગઢ ગામ પાસે થયેલ 7.27 લાખની ચિલઝડપના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડઃ 2.29 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ નજીક ચોરીનો બનાવ બનેલ હતો જેમાં મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીનો કર્મચારી રોકડા 7.27 લાખ રૂપિયા લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે બે બાઇક ઉપર આવેલ ચાર શખ્સો દ્વારા યુવાનને આંતરીને ચોરી કરવામાં આવી હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં ત્રણ આરોપીઓની રોકડા રૂપિયા દોઢ લાખ સહિત કુલ મળીને 2.29 લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ છે
મોરબી-માળીયા હાઇવે ઉપર રાપી પે નામે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી શૈલેષભાઈ વડસોલા રોકડા રૂપિયા ભરેલ થેલો લઈને થોડા દિવસો પહેલા મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે બે બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેના બાઇકને ધક્કો મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન નીચે પડી ગયો હતો ત્યારે તેની પાસે રહેલ રોકડા રૂપિયા 7.25 લાખ રૂપિયા ભરેલ થેલો લઈને બે બાઈકમાં આવેલા ચાર શખ્સો નાશી ગયા હતા જેથી કરીને તે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ તથા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન હાલમાં ત્રણ આરોપીઓની એલસીડીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે
હાલમાં પોલીસે પકડાયેલ આરોપીમાં વિશાલ ભરતભાઇ વડસોલા જાતે પટેલ (27) રહે. જુની ટીબંડી પટેલ શેરી, બેચરભાઇ ગણેશભાઇ વડસોલા જાતે પટેલ (20) રહે, ટીબંડી પટેલ સોસાયટી પ્લોટ નં -૨૫ અને પ્રકાશ રાવજી તાહેડ જાતે આદિવાસી (25) રહે. હાલ લોરેન્જો સીરામિકની ઓરડીમાં લાલાપર પાછળ , મુળ રહે. નેગડીયા અંતરવેલીયા તાલુકો જાબુઆ વાળા નો સમાવેશ થાય છે અને એક ગાડીમાં આવેલા અજાણ્યા પાંચ શખ્સો ને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે વધુમાં પોલીસે કહ્યુ હતુ કે, આરોપીઓ પૈકી આરોપી વિશાલ અને બેચરભાઇએ મોટર સાયકલની સગવળતા કરી આપી હતી અને પકડવાના બાકી આરોપી દિલીપને ફરીયાદીની માહિતી આપી હતી
અત્રે ઉલ્લેખની એ છે કે આ ઘટનામાં 7,27,500 નો મુદ્દા માલ ગયો હતો જે પૈકી પોલીસે હાલમાં દોઢ લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે તે ઉપરાંત 75 હજાર રૂપિયાની કિંમતના બે બાઇકને, 4500 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ આમ કુલ મળીને 2,29,500 નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તેને હાલમાં એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે