મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે કામગીરી બતાવવા જુગારની ખોટી રેડ ઉભી કરી !: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનો ધડાકો


SHARE









મોરબીમાં પોલીસે કામગીરી બતાવવા જુગારની ખોટી રેડ ઉભી કરી !: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનો ધડાકો

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સીટી સ્ટીલ એન્ડ એલયુમીનીયમમાં પોલીસે થોડા દિવસો પહેલા જુગારની રેડ કરી હતી અને ત્યારે બે ગાડી તેમજ રોકડ સાથે કુલ મળીને ૨૮ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે રેડ ઊભી કરવામાં આવી હોવાનો ધડાકો ટંકારાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે અને આ મુદે તેઓએ રાજ્યના સીએમ અમે ગૃહમંત્રી સહિતનાને લેખિત રજૂઆત કરીને સીસીટીવી વિડીયો, મોબાઈલ કોલ ડિટેલ સહિતના પુરાવાઓને ચેક કરીને સત્યને બહાર લાવવામાં આવે તેવી માંગ કરી છે

ટંકારાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરાએ સીએમ, ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા સહિતનાને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તેના મતવિસ્તારમાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પંડયા દ્વારા પોતાની કામગીરી બતાવવા યુવાનો ઉપર જુગારનો ખોટો કેસ કરવામાં આવેલ છે અને મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સીટી સ્ટીલ એન્ડ એલયુમીનીયમ પાસેથી તા. ૨૪/૭ ના રોજ સાંજે આશરે ૭.૧૫ કલાકે મહેશભાઈ બાલજીભાઈ ચનીયારા અને કિશોરભાઈ છગનભાઈ ચનીયારાને જુગારનો આરોપ નાખી ચાર પોલીસ સભ્યો બંનેને તેમની જ ગાડી લઈને મોરબી એ ડીવીઝન સીટી પોલીસ સ્ટેશને લઇ ગયેલ હતા ત્યારે પોલીસ સ્ટેશનમાં પીઆઈ પંડયાએ આ બંને યુવાનોને ઢોર માર માર્યો હતો અને અન્ય ચાર મિત્રોના નામ જણાવવા દબાણ કર્યું

જેથી તે યુવાનોએ દબાણવશ થઇ મારની બીકે ભૂતકાળમાં તહેવારમાં સાથે બેસતા ચાર નજીકના જાણીતાના નામ આપ્યા હતા જેમાં નીલેશભાઈ દેવકરણભાઈ સંઘાણી, નીલેશભાઈ કેશવજીભાઇ ચનીયારા, નીલેશભાઈ ચંદુભાઈ ભીમાણી અને રમેશભાઈ શિવાભાઇ વડનાગરાના નામ આપ્યા હતા તેઓને પોત પોતાના ઘરે હતા ત્યારે નીલેશભાઈ દેવકરણભાઈ સંઘાણીને મહેશભાઈ ચનીયારાનો ફોન આવતા તે એ ડીવીઝન સીટી પોલીસ સ્ટેશને આવ્યો હતો અને બાકીના ત્રણ પૈકી નીલેશભાઈ કેશવજીભાઇ ચનીયારાને શનાળા બાયપાસ પાસે પરિવાર સાથે તેમના ભાણેજના જન્મદિવસની ઉજવણીમાં હતો ત્યાંથી તે જીઆઈડીસીના નાકા પાસેથી નીલેશભાઈ ચંદુભાઈ ભીમાણીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેસન લઇ ગયેલ હતો

ત્યારબાદ રમેશભાઈ શીવાભાઈ વડનગરા પોતાના ઘરે હોઈ પોલીસ સ્ટાફના સભ્યો કિશોરભાઈ છગનભાઈ ચનીયારાને સાથે લઇ જઈને તેના ઘરેથી ફોનથી બોલાવીને ત્યાંથી સાથે લઇને એ ડીવીઝન પોલીસ સ્ટેશને આવ્યા હતા ત્યાર બાદ તેને પોતાની જ ગાડીમાં જે જગ્યાએ જુગારની રેડ બતાવી છે ત્યાં સીટી સ્ટીલ એન્ડ એલયુમીનીયમ પર લઇ ગયા હતા અને ધાક ધમકી આપી પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું અને કિશોરભાઈની ગાડીમાં રહેલ ત્રણ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા તેમજ વધારાના છ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું દબાણ કર્યું હતું જેથી શૈલેષભાઈ બાલજીભાઈ ચનીયારાએ રકમ લઇને આપી હતી

ત્યાર બાદ રાત્રે ૧૧ વાગ્યાના સમયે છ યુવાનોને ધમકી આપી દબાણ કરી જુગાર રમવા મજબુર કર્યા હતા અને તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને જુગારના કલબ ચલાવતા હોય એવી સ્ટોરી બનાવીને બધા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે આ ઘટનામાં પીઆઈ પંડયા તથા તેમના સાથી પોલીસ સભ્યો દ્વારા પોતાની અંગત કામગીરી દર્શાવવા ખોટી ફરિયાદ દાખલ કરેલ છે ત્યાનું સીસીટીવીનું ડીવિઆર પણ જપ્ત કરી લીધેલ છે જો આ કારખાનાના સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવે તો ઉપરોક્ત ઘટનાની સઘળી હકીકત બહાર આવે તેમ છે

આ સિવાય નજીકના કારખાનાના ફૂટેજ તેમજ રમેશભાઈના એપાર્ટમેન્ટના ફૂટેજ તપાસવામાં આવે તો સત્ય સામે આવે તેવી શ્કાયતા છે વધુમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી અને આ યુવાનોના મોબાઈલ લોકેસન અને કોલ હિસ્ટરી તપાસવામાં આવે તો આ નાટકીય કેસની સંપૂર્ણ સત્ય માહિતી મળી શકશે અને પીઆઈ દ્વારા યુવાનોને ધમકી આપવામાં આવેલ છે કે, આ કેસ બાબતમાં કોઈ ઉચ્ચ અધિકારીને અરજી કરવામાં આવશે તો અન્ય બીજા કેસમાં પણ ફીટ કરી દેવામાં આવશે જેથી કરીને આ બાબતે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે




Latest News