મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જીએસટી ચૂંટણી માટે મતદાન યોજાયું


SHARE







મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જીએસટી ચૂંટણી માટે મતદાન યોજાયું

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જીએસની નિમણૂક માટે શાળા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેના માટે શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ.

ચૂંટણી પ્રક્રિયાથી તમામ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી તથા  વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો વિકાસ થાય તે હેતુને ધ્યાને રાખીને ગત તા.૨૧ ના રોજ શાળના એમડી રૂપલબેના પનારાના માર્ગદર્શન હેઠળ માધ્યમિક તથા ઉ.મા.શાળાના આચાર્ય એચ.જી.ઉભડીયા તથા પ્રાથમિક શાળાના આચાર્ય ડી.પી.કંઝારીયા દ્રારા ગીતાંજલી શાળા પંચાયતની ચૂંટણી યોજવા માટેનું વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને પ્રિન્ટેડ ઉમેદવારી પત્રક ભરીને જમા કરાવવાનો, ઉમેદવારી ફોમ પરત ખેંચવાનો, ફોર્મ ચકાસણી, મતદાનનો સમય અને તારીખ તથા પરીણામની તારીખ જાહેર કરવામાં આવી હતી.પ્રાથમિક વિભાગના ૮ તથા મા. અને ઉ.મા. વિભાગના ૪ એમ કુલ-૧૨ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.તમામ ઉમેદવારોને નિશાન ફાળવવામાં આવ્યા હતા.લોકશાહી ઢબે પ્રચારનો સમય આપવામાં આવ્યો હતો.સમુહપ્રાર્થના તથા દરેક વર્ગમાં જઇ દરેક ઉમેદવારે પોતીનો પ્રચાર કર્યો હતો.તમામ શિક્ષકમિત્રોએ ચુંટણી માટેની તમામ વ્યવસ્થા ઉમદા રીતે કરી હતી.મતદાન માટે ધોરણ ૧૦-૨ના વિદ્યાર્થીઓમાંથી જ બુથ અધિકારી, પ્રિસાઈડીંગ અધિકારી, પૉલીસ અધિકારી, મતદાન ઍજન્ટની નિયુક્ત કરવામાં આવી હતી.નિયત તા.૨૮-૭ ના રોજ શાંતિપૂર્ણ અને મતદાનની ગુપ્તતા અને ગંભીરતા જળવાય તે રીતે વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો દ્વારા ઉત્સાહપૂર્વક બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતુ.મતદાન પેટી વિધિવત રીતે સીલ કરવામાં આવી હતી.

આમ ,વિદ્યાર્થીઓને ઉમેદવારીનો અને મતદાનનો એક ઉમદા અનુભવ પૂરો પાડી ભવિષ્યમાં તાલુકા, જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્ર લેવલે ઉમદા નેતૃત્વ પ્રદાન કરી શકાય એ હેતુને ચરિતાર્થ કરવા સમગ્ર શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.તથા શાળાના બાળકોને લોકશાહી પધ્ધતિથી ચૂંટણી કેવી રીતે થાય છે તે અંગેની જાગૃતિ લાવવાના શુભ આશય સાથે તેમજ બાળકોના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ અંતર્ગત મતદાન પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે તેનું પ્રાયોગિક જ્ઞાન આપવાના હેતુસર શાળાના મેદાનમાં મતદાન મથક પણ ઊભું કરીને વાસ્તવિક મતદાન થકી બાળકો મતદાન કરાવી ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.






Latest News