મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ


SHARE









મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ

મોરબી નજીકના જોધપર ગામ પાસે જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેંકી દેવામાં આવેલ છે તેના માહિતિ મળી હતી જેથી કરીને આજે વહેલી સવારે કર્તવ્ય જીવદયા કેન્દ્રના જીવદયા પ્રેમી યુવાન ત્યાં ઘટના સ્થળે પહોચ્યા હતા અને સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવી રીતે જે ગૌવંશના મૃતદેહને ફેંકવામાં આવેલ છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળ્યું હતું જેથી આજે વહેલી સવારે જીવદયા પ્રેમી સંસ્થાના સંચાલક વિષ્ણુભાઈ પટેલ ત્યાં પહોચ્યા હતા અને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંશોના રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહને શિકારી કુતરા ફાડી ખાતા હતા જેથી કરીને ગૌવંશોના મૃત્યુનો મલાજો જળવાઇ તે રીતે તેનો નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી અને જવાબદાર અધિકારીને પણ આ ઘટનાની જાણ કરેલ છે 




Latest News