વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાલતા ડુપ્લીકેટ ચલણી નોટના કૌભાંડને રાજસ્થાન પોલીસે પકડ્યું !: તપાસનો ધમધમાટ, સાંજ સુધીમાં ધડાકો


SHARE













મોરબી જીલ્લામાં ચાલતા ડુપ્લીકેટ ચલણી નોટના કૌભાંડને રાજસ્થાન પોલીસે પકડ્યું !: તપાસનો ધમધમાટ, સાંજ સુધીમાં ધડાકો

મોરબીમાં ડુપ્લીકેટ વસ્તુઓ બનાવવા માટેનું જાણે હબ હોય તે રીતે ટાઇલ્સ, ઘડિયાળ, રેંડેસીવીર ઇજેકશન સહિતની વિગેરે કોઈપણ બ્રાન્ડેડ વસ્તુની ડુપ્લીકેટ કોપીઓ બની જતી હોય છે આવી જ રીતે મોરબીમાં ભારતીય ચલણી નોટની ડુપ્લીકેટ નોટો બનાવવા માટેનું કારસ્તાન પણ ચાલતું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે અને મોરબી જિલ્લાના વાંકાનેર પંથકની અંદર ડુપ્લીકેટ ચલણી નોટ છાપવામાં આવેલ હતી તે બોગસ ચલણી નોટો રાજસ્થાનમાં વટાવવા માટે ગયેલ શખ્સને ત્યાંની સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બોગસ ચલણી નોટ મળી આવી હોય હાલમાં મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસ તેમજ રાજસ્થાન પોલીસ દ્વારા આ બોગસ ચલણી નોટના કૌભાંડના એક એક તારને જોડવામાં આવી રહયા છે અને મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબી જિલ્લામાં અગાઉ ડુપ્લીકેટ રેંડેસીવીરનું કૌભાંડ ઝડપાયું હતું ત્યારબાદ હવે મોરબી જિલ્લામાંથી ડુબલીકેટ ચલણી નોટ બનાવવાનું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે, સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાનો એક શખ્સ ડુપ્લીકેટ ચલણી નોટોનો જથ્થો લઈને રાજસ્થાનમાં તેને વટાવવા માટે પહોંચ્યો હતો જોકે પ્રથમ ગ્રાસે મક્સિકાની જેમ બોગસ ચલણી નોટ વટાવા ગયેલ શખ્સ ત્યાં સ્થાનિક પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાન પોલીસ દ્વારા બોગસ ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે

સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ રાજસ્થાન પોલીસે હાલમાં બોગસ ચલણી નોટના કૌભાંડને શોધવા માટે થઈને મોરબી જિલ્લામાં ધામા નાખ્યા છે વધુમાં એવી પણ માહિતી મળી રહી છે કે, વાંકાનેર તાલુકાના કોઈ વિસ્તારની અંદર કોઈપણ જગ્યાએ બોગસ ચલણી નોટોને છાપવામાં આવી હતી અને ત્યારબાદ તેને વટાવવા માટે થઈને ટંકારા તાલુકાનો એક શખ્સ આ બોગસ ચલણી નોટો આપવામાં આવી હતી જે બોગસ ચલણી નોટોનો જથ્થો લઈને ટંકારાનો શખ્સ રાજસ્થાન ગયો હતો તેને રાજસ્થાન પોલીસે ઝડપી લીધો હતો જેથી કરીને હાલમાં બોગસ નોટના કૌભાંડના મૂળ સુધી જવા માટે તપાસ ચાલી રહી છે

હાલમાં મોરબી જિલ્લાની સ્થાનિક પોલીસ તેમજ રાજસ્થાન પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જે શખ્સ દ્વારા નોટ છાપવામાં આવી છે તેને ૧૦૦ રૂપિયાના દરની તેમજ ૫૦૦ રૂપિયાના દરની નોટો છાપી હતી અને તેને બજારમાં ઘુસાડવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું જો કે, પ્રથમ ગ્રાસે મક્ષીકાની જેમ હાલમાં રાજસ્થાન પોલીસ દ્વારા બોગસ ચલણી નોટો સાથે ઝડપી પડેલા શખ્સને સાથે રાખીને સમગ્ર કૌભાંડને બહાર લાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે અને આજે સાંજ સુધીમાં ધડાકો થાય તેવા સંકેત છે






Latest News