મોરબીમાં પ્રોપેન ગેસની ચોરીના કૌભાંડમાં પકડાયેલા ચારેય આરોપીઓ રિમાન્ડ ઉપર
SHARE
મોરબીમાં પ્રોપેન ગેસની ચોરીના કૌભાંડમાં પકડાયેલા ચારેય આરોપીઓ રિમાન્ડ ઉપર
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં સોના, ચાંદી, રોકડા રૂપિયા, વાહન, ટાઇલ્સ, પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય સામગ્રીની ચોરી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે જો કે, જુના સાદુળકા ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ગેસનું કટિંગ કરનારા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી અને પોલસીએ ટેન્કરના ચાલક સહિત અત્યાર સુધીમાં ચાર શખ્સને ત્યાંથી ઝડપી લીધા છે અને જીવને જોખમમાં મૂકીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી કરવામાં આવતી ગેસ ચોરીના કૌભાંડને પકડ્યું હતું અને પ્રોપેન ગેસ, ટેન્કર, બોલેરો ગાડિ અને ગેસના ૩૨ બાટલા મળીને રૂપિયા ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી તાલુકા પોલીસના જુના સાદુળના ગામની સીમમાં એ.બી.સી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં દિપકભાઇ પ્રભાતભાઇ બોરીયા રહે. નાગડાવાસ તથા રમણીકભાઇ ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. મોરબી વાળાઓ પોતાના મળતીયા સાથે મળીને રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતાં ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરીને ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવી રહી છે જેથી કરીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે લોકોના જીવ જોખમમાં મુકાઇ તે રીતે કટિંગ કરવામાં આવતું હોય હકીકત વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ટેન્કરમાંથી ગેસનું કટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ટેન્કર નંબર જીજે ૧૨ એડબલ્યુ ૧૦૬૦ જેની કિંમત ૧૫ લાખ, પ્રોપેન ગેસ ૧૬.૫૬૦ મેટ્રિક ટન તેની કિંમત ૧૧૦૫૭૯૪, બોલેરો ગાડી જીજે ૩ બી ડબલ્યુ ૧૩૨૮, ખાલી ગેસના ૩૨ સિલીન્ડર આમ કુલ મળીને ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ કબજે કરેલ છે
આ મુદે ડીવાયએસપી મુનાફખાન પઠાણની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જુના સાદુળકા ગામની સીમમાં એક ટેન્કર તથા એક બોલેરો કાર પડેલ હતી અને ત્રણ ઇસમો ત્યાં હતા ત્યારે ગેસ ચોરી મુદે પોલીસે રેડ કરતાં પોલીસને જોઇ તે નાસભાગ કરવા લાગ્યા હતા ત્યારે પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા અને ગેસનું ટેન્કર, ગેસના ૩૨ બટલા તેમજ બોલેરો સહિતનો ટેન્કરમાંથી ગેસ કાઢી લેવા માટેનો સમાન કબજે કર્યો હતો અને હાલમાં પોલીસે ટેન્કર ચાલક ગુડ હુબલાલ નિશાદ (૪૦) રહે. શત્તાદમલ, નીમલા, આસનસોલ પ્રીમ વર્ધમાન પશ્ચિમ બંગાળ અને દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા આહિર (૩૧) રહે. રાજકોટ નેહરૂનગર આહિર ચોક મુળ રહે. નાગડાવાસ, વિપુલ મિયાત્રા રહે. નાગડાવાસ અને રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. નેહરૂનગર, આહિરચોક, રાજકોટ શહેર મુળ રહે નાની બરાર વાળાની આ કૌભાંડમાં ધરપકડ કરેલ છે આ ચારેયની સામે આઇપીસી ૪૦૭, ૪૧૧, ૩૦૮, ૨૮૫, ૨૮૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે
વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા અને રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા બંને ભાગીદારમાં આ ગોરખધંધા કરતાં હતા અને દિપક તેમજ વિપુલ મિયાત્રા અલગ અલગ ગેસના સિલીન્ડરમાં ગેસનું કટીંગ કરતાં હતા અને સિલીન્ડર ભરી ટેન્કરના ડ્રાઇવરને એક સિલીન્ડરના ૮૦૦ રૂપિયા આપતા હતા જે સિલિન્ડર કાળા બજારમાં તેઓ બજારમાં ૧૬૦૦માં વેચતા હતા આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારીને પણ પોલીસે જાણ કરી છે અને આ આરોપીઓને સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે પીએસઆઈ વી.બી. પીઠિયા અને તેના રાઇટર વિજયભાઈ સાવસેટા દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે અને આ કૌભાંડમાં બીજા કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે









