વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી પસાર થતું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં નવા જાંબુડીયા ગામ પાસે ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા બળદેવભાઈ મનુભાઈએ બાઈક ચાલક નરેશભાઈ ભુપતભાઈ રંગપરા હાલ રહે એમ્બોઝા સીરામીક સરતાનપર રોડ મૂળ રહે. સાપર (સુરેન્દ્રનગર) ગામના રહેવાસી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે બાઈક નંબર જીજે ૧૩ એક્યુ ૭૬૨૩ લઈને નરેશભાઈ રંગપરા મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસે ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓવર સ્પીડમાં તેનું બાઈક હોવાથી તે બાઈકમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

૧૦૦૦ લીટર આથો

હળવદ તાલુકાના સુંદરગઢથી પાંડાતીરથ ગામ તરફ જવાના રસ્તે કડીયાણા દેવીપુજક પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં આવેલ આરોપીના ઘર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી બાવળની જાળીમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, બુટલેગર સ્થળ ઉપરથી હાજર મળી ન આવતા વશરામભાઈ બાબુભાઈ વાજેલિયા જાતે દેવીપુજક રહે. કડીયાણા દેવીપુજક પ્રાથમિક શાળાની પાછળના ભાગ વાળાની ધરપકડ કરવા માટે થઈને પોલીસે તપાસ શરૂ કરેલ છે

૨૦ બોટલ દારૂ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ૨૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસ દ્વારા ૨૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી અને હાલમાં મોહસીનભાઈ ઇદ્રીશભાઈ અજમેરી જાતે પીંજારા (ઉંમર ૨૦) રહે. કાલિકા પ્લોટ ઇન્ડિયા પાન વાળી શેરી અને હનીફભાઈ સીદીકભાઇ જિંદાણી (ઉમર ૨૮) રહે. રવાપર રોડ કાલિકા પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરાયેલ છે




Latest News