મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે બજરંગદાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા : યજ્ઞ, મહાપ્રસાદ, ધુન -ભજન સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા


SHARE







મોરબીના રામધન આશ્રમે બજરંગદાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા : યજ્ઞ, મહાપ્રસાદ, ધુન -ભજન સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા

મોરબીના મહેન્દ્ર નગર પાસે આવેલ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે યજ્ઞ, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતના કાર્યકમો યોજાયા હતા.

મોરબીના મહેન્દ્રનગર ધાયડી પાસે ધુટુ રોડ પર સંત શિરોમણી બજરંગદાસ બાપાની આજથી ૧૬ વર્ષ પહેલા ભક્તોએ મઢુલી બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને સેવા પૂજા કરતા હતા.પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા અહીં ઓવરબ્રિજ મંજુર કરતા આ મઢુલી તુટમાં જતી હતી.જેથી સૌ ભકતજનોએ સરકારની વાત સ્વીકારી સ્વચેછાએ બાપાની મૂર્તિ અને સ્થળ પધરાવવા સહેમત થતાં અને ત્યાં જગ્યા ખુલી કરી આપવા નિર્ણય લઈ સુપ્રસિધ્ધ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીને મૂતિ રામધન આશ્રમમાં પધરાવવા વાત મુકતા માતાજીએ આ વાત સહર્ષ વધાવી લીધી હતી અને સાત દિવસમાં રામધન આશ્રમ ખાતે બાપાની મઢુલીનું નિમાર્ણ થયું હતું.સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યજ્ઞ, સંતોનું સન્માન, મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે સંત ભૂપતબાપુ કાગદડી આશ્રમ, રતનેશ્વરીબેન, સહિતના સંતો-મહંત ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યકમને સફળ બનાવવા દેવકરણભાઈ કરશનભાઈ, ભુદરભાઈ, પોપટભાઈ, ઓડીયાભાઇ તેમજ ધુનમંડળના ત્રિભોવનભાઈ, રામજીભાઈ, ચુનીભાઈ, રૂગનાથભાઈ, દિલીપભાઈ, મહેશ મહારાજ, સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.






Latest News