મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની શાળાઓમાં સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું


SHARE







મોરબી જિલ્લાની શાળાઓમાં સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનના પગલે ૭૫ માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લાની ૫૮૫ શાળાઓમાં આ ઉજવણી કરવામાં આવી હતી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓ, ગુજરાતની ૨૫ હજાર શાળાઓ અને તે પૈકી મોરબીની ૫૮૫ શાળાઓમાં સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ હતું.જેમાં આજરોજ મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરાયું હતુ.જેમા ભારતમાતાની આરતી ઉતારી, ભારતમાતાની આરતી ગાઈને સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભારતમાતાના જય ઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.






Latest News