મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ૩.૯૦ લાખની ડુપ્લીકેટ ચલણી નોટ છાપીને ૧.૯૦ લાખમાં કર્યો સોદો !: રાજસ્થાન પોલીસે બે આરોપીને લઈને રવાના


SHARE









વાંકાનેરમાં ૩.૯૦ લાખની ડુપ્લીકેટ ચલણી નોટ છાપીને ૧.૯૦ લાખમાં કર્યો સોદો !: રાજસ્થાન પોલીસે બે આરોપીને લઈને રવાના

જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા ૨
મોરબીમાં ભારતીય ચલણી નોટની ડુપ્લીકેટ નોટો બનાવવા માટેનું કારસ્તાન પણ ચાલતું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાજસ્થાન પોલીસે ધામા નાખ્યા હતા અને ડુપ્લીકેટ ચલણી નોટ છાપનારાએ ૩.૯૦ લાખની નોટ છાપીને ૧.૯૦ લાખમાં આપવાનું નક્કી કર્યું હતું અને બોગસ ચલણી નોટ સાથે એક શખ્સ રાજસ્થાન ઝડપાયો હતો જેની તપાસમાં વાંકાનેરના બે શખ્સને પકડીને હાલમાં રાજસ્થાન પોલીસ રાજસ્થાન જવા માટે રવાના થઈ ગયેલ છે

મોરબી જિલ્લાનો એક શખ્સ ડુપ્લીકેટ ચલણી નોટના જથ્થા સાથે રાજસ્થાનમાં પકડાયો હતો જેથી કરીને પોલીસે બોગસ ચલણી નોટ વટાવા ગયેલ શખ્સને સાથે રાખીને તેના મૂળ સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરી હતી અને રાજસ્થાન પોલીસ દ્વારા બોગસ ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વાંકાનેરનાં ધામા નાખવામાં આવ્યા હતા સૂત્રો પાસેથી મલ્ટી માહિતી મુજબ રાજસ્થાન પોલીસ દ્વારા બોગસ ચલણી નોટ સાથે ઝડપી લેવામાં આવેલા શખ્સને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી હતી અને મોરબી જિલ્લાના વાંકાનેર તથા ટંકારા તાલુકામાં તપાસ કર્યા બાદ હાલમાં બે શખ્સોને રાજસ્થાન પોલીસ તેની સાથે લઈ ગઈ છે

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જે શખ્સોને વાંકાનેરમાંથી રાજસ્થાન પોલીસ લઈને ગયેલ છે તેમાં ઈરફાન ઉર્ફે ઈસ્માઈલભાઈ અલીભાઈ કડીવાર (ઉંમર ૨૯) રહે. અમરસર તાલુકો વાંકાનેર તથા એજાજ ઉસ્માનભાઈ પરાસરા (ઉંમર ૩૦) રહે. ગુલશન પાર્ક વાળાનો સમાવેશ થાય છે અને આ શખ્સોએ ૩૯૦૩૦૦ ની બોગસ ચલણી નોટ પ્રિન્ટ કરી હતી જે ૧૯૦૦૦૦ માં આપવાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો

આ સોદામાં જે સાચી ચલણી નોટો સામેવાળી વ્યક્તિને આપે તેમાંથી ટંકારા તાલુકામાં રહેતા મિતુલ પટેલને ૩૦૦૦૦, એજાજ પરાશરાને ૬૦૦૦૦ અને એક લાખ રૂપિયા ઇરફાન ઉર્ફે ઈસ્માઈલ કડીવારને મળવાના હતા હાલમાં રાજસ્થાનના ચંદરીયા પોલીસ સ્ટેશનના પીઆઇ કૈલાશ ચંદ્ર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવ્યા હતા અને તે બે આરોપીઓને વધુ પૂછપરછ માટે તેની સાથે રાજસ્થાન લઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે




Latest News