મોરબીમાં સ્વતંત્રતા પર્વથી વાત્સલ્ય સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યો
લો બોલો, મોરબીમાં પબજી ગેઇમ ન રમે તે માટે માતા-પિતાએ મોબાઈલ તોડી નાખતા યુવાન જતો રહ્યો હતો !
SHARE






લો બોલો, મોરબીમાં પબજી ગેઇમ ન રમે તે માટે માતા-પિતાએ મોબાઈલ તોડી નાખતા યુવાન જતો રહ્યો હતો !
ઓનલાઈન શિક્ષણ સહિતના કારણોસર મોબાઈલ હવે બાળકોના હાથમાં આવી ગયા છે ત્યારે બાળકો મોબાઇલના બંધાણી બની રહયા છે તે હકકીટ છે ત્યારે લોકો માટે લાલબત્તી સામના કિસ્સો મોરબીમાં સામે આવેલ છે જેમાં મોરબીમાં એક યુવાન પબજી ગેઇમનો બંધાણી થઈ ગયો હતો જેથી કરીને તેના માતા પિતાએ ઠપકો આપી મોબાઈલ ભાંગી નાખ્યો હતો જેથી યુવાન ઘર છોડીને ભાગી ગયો હતો જો કે, હાલમાં આ યુવાન ઘરે પાર્ટ આવી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માળીયા વનાળિયા સોસાયટીમાં આવેલ લાયન્સ નગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો પુત્ર મનીષભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.૧૮) મોબાઈલમાં પબજી ગેઇમ સતત રમતો હતો જેથી કરીને માતા પિતાએ ઠપકો આપીને મોબાઈલ તોડી નાખ્યો હતો જેથી કરીને મનીષ તા ૨૫ જુલાઈના રોજ બપોરના સમયે ઘરથી નીકળી ગયો હતો જેને શોધતા હતા અને ન માલ્ટા ૨૯ તારીખે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ અને પરિવારના સભ્યો તેને શોધતા હતા તેવામાં ગઈકાલે મનીષ ઘરે પોતાની જાતે પરત આવી ગયો છે જો કે, આ દરેક પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશોયક્તિ નથી
બાઇક ચોરી
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ ઢુવા ગામ પાસે આવેલ ફેનીક્સ કારખાનાની મજુરોની ઓરડીમા રહેતા મુકેશભાઇ રાયસનભાઇ ડામોર જાતે.આદીવાસી (ઉ.વ.૨૩) બાઈ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાણેકપર ગામના પાટીયાથી મોરબી તરફ આવતા વણાંક નજીક ભારત રોડવેજ સામે અકસ્માત થયો હતો જેથી કરીને હેન્ડલ લોક કર્યા વગર તેમના કૌટુબીંક બનેવી માનસિંગભાઇ કટારાનુ હોન્ડા કંપનીનુ શાઇન ડ્રીમ બાઇક નં. જીજે ૩૫ એલ ૩૭૨૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૭૦,૦૦૦ નું બાઇક કોઈ ચોરી કરીને લઈ ગયેલ સી હે જેથી પોલીસે ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


