મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા ગુરૂવારે ટીમનું સિલેક્શન કરાશે


SHARE







મોરબી જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા ગુરૂવારે ટીમનું સિલેક્શન કરાશે

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી ૪ ઓગસ્ટને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ કલાકે સુધીમાં વર્ષ ૨૦૨૨-૨૩ ની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ૨૦૨૨-૨૩ ની સીઝન માટે ગુરુવારે અન્ડર-૧૬ અને અન્ડર-૧૪ ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે. તેમજ શાળા અથવા કોલેજનું પ્રમાણપત્ર (ચાલુ વર્ષ, બર્થ સર્ટિફિકેટ અને ગત વર્ષની માર્કશીટ ડિજિટલ નકલ અને અંગ્રેજી ભાષમા) સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ સિલેક્શનમાં આવરનાર દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે. તેમ મોરબી જિલ્લા ક્રિકેટ એસો.ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News