વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ
મોરબી શહેર અને તાલુકામાં જુગારની પાંચ રેડ : છ મહિલા સહિત ૨૫ જુગારી ૯૩,૩૪૦ ની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબી શહેર અને તાલુકામાં જુગારની પાંચ રેડ : છ મહિલા સહિત ૨૫ જુગારી ૯૩,૩૪૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબી શહેર અને તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની જુદી જુદી પાંચ રેડ કરવામાં આવી હતી જેમાં છ મહિલા સહિત કુલ ૨૫ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૯૩,૩૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મીલ પાસે જાહેરમાં જુગાર રમતા આવવાની બાકી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં સુગરની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેમાં જુસબભાઈ અલારખાભાઈ ચાનીયા, મુસ્તાકભાઈ ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા, રફિકભાઈ તારમામદ સુમરા, કાસમભાઇ દાઉદશા શાહમદાર, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા તેમજ સોકતભાઈ અલીભાઈ બાંભણીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૧૨૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વજેપર વિસ્તારમાં શેરી નં-૧૫ ના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ગીરીશભાઈ નારણભાઈ કંઝરિયા, ફારુકભાઈ ઈકબાલભાઈ પાયક અને નારણભાઈ નરસીભાઈ કંઝરિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૪૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરીગુણ બિઝનેસ સેન્ટરમાં આવેલ લોરિયસ સીરામીક નામની ૨૮ નંબરની દુકાનમાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દુકાનદાર ચિરાગભાઈ રમેશભાઈ સરડવા, કેયુરભાઈ ઉર્ફે અલ્ફો નાગજીભાઈ બાબરવા, બંસીભાઇ હરગોવિંદભાઈ અઘારા, હસમુખભાઈ શાંતિલાલભાઈ દેસાઈ અને જીગ્નેશભાઈ નવલભાઇ પટેલને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી ૪૩૯૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ લાયન્સનગરમાં અશોકભાઈ ચાવડાની કેબીન પાસે મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળી હતી જેથી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ચેતનાબેન નવીનભાઈ ગુર્જર, સોનલબેન નવીનભાઈ ગુર્જર, મનીષાબેન પ્રવીણભાઈ ચુડાસમા, ગીતાબેન વિશ્રામભાઈ ગણાત્રા, જોસનાબેન કાંતિભાઈ દવે અને જોસનાબેન દિલીપભાઈ સોલગામા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૬૧૨૦ ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ લીલાપર સીરામીક નામના કારખાનાના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ ઠાકરશીભાઈ ચારોલિયા, રાજેશભાઈ વેરશીભાઈ આંત્રેશા, સંજયભાઈ જગજીવનભાઈ પરેચા, ગોપાલભાઈ કાનાભાઈ વાઘેલા અને ગૌતમભાઈ બાબુભાઈ સાગઠીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી તેઓની પાસેથી ૧૦૭૨૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી