મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE









મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

નિયામક આયુષની કચેરી,  ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ   તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે તમામ વિદ્યાર્થીઓ,  વાલીઓ તેમજ જાહેર જનતાને અપીલ કરેલ છે

મોરબીમાં આગામી શુક્રવારને તા ૫ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ કલાક સુધી કેમ્પ યોજાશે તે કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા, અને ડૉ. હેતલબેન હળપતિ સેવા આપશે અને આ કેમ્પમાં આયુર્વેદિક તેમજ હોમિયોપથિક નિદાન અને સારવારમ, આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ  યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ  માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર વિનામુલ્યે કરવામાં આવશે તેમજ "ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ" આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામા આવશે




Latest News