મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં જુગારની બે રેડ : આઠ જુગારી પકડાયા


SHARE









વાંકાનેરના નવાપરામાં જુગારની બે રેડ : આઠ જુગારી પકડાયા

વાંકાનેરના નવાપરામાં જુગારની જુદીજુદી જગ્યાએ બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને આઠ જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરના નવાપરામાં ખોડીયાર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સિટી પોલીસને મળી હતી જેથી વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા મનુભાઈ ઉર્ફે મનોજભાઈ શામજીભાઈ દેકાવાડિયા, અશ્વિનભાઈ સુરેશભાઈ બાવળીયા, સાગરભાઇ રામજીભાઈ માલકીયા અને હીરાભાઈ ગોવિંદભાઈ ચાવડા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૨૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે નવાપરામાં પુલની નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા મેહુલભાઈ ગોરધનભાઈ ચારોલીયામ દેવરાજભાઈ અશોકભાઈ થારકીયા, દેવરાજભાઈ નાનજીભાઈ કડીવાર અને મુકેશભાઈ ઝીણાભાઈ કુંઢીયા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધા-બાળકી સારવારમાં

ધાંગધ્રાના નરસીપરા વિસ્તારમાં રહેતા અમૃતાબેન છગનભાઈ સોઢા નામના ૭૪ વર્ષીય વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓના ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાઓ થતા અમૃતાબેન સોઢાને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતી સુજલ રાજેશભાઈ વાઘેલા નામની ૧૩ વર્ષની બાળકીને વેજીટેબલ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવવામાં ઈજાઓ થવાથી તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી




Latest News