મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા માટે સમીક્ષા બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા માટે સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન તેમજ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટીક વગર એક પણ ધ્વજનું વિતરણ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત ધ્વજ લેવામાં અને ઘર પર લાગાવવામાં લોકો સ્વયં આગળ આવે તે અંગે જાગૃતિ લાવવા ગ્રામ સભાઓમાં આ બાબત પર ભાર મૂકવામાં આવે તથા પ્રભાત ફેરી પણ કરવામાં આવે તેવી સૂચના આપી હતી.

મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઊંચા ધ્વજ ફરકાવવાના આયોજન અંગે વિગતો પણ આ તકે મંત્રીએ મેળવી હતી. આ તમામ આયોજનમાં તિરંગાનું સન્માન જળવાય તથા ધ્વજ લગાવવામાં કોઈ સરકારી કચેરી બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ડીડીઓ પરાગ ભગદેવ, એએસપી અતુલ બંસલ, આરએસસી એન.કે. મુછાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News