મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજ માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ


SHARE









મોરબીની મેડિકલ કોલેજ માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી મેડિકલ કોલેજ માટેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા

આ તકે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, કોલેજ માટે વધુ જમીન ફાળવવામાં આવે ઉપરાત બિલ્ડીંગ બનાવતી વખતે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. પ્રથમ વર્ષના આયોજનની તમામ વિગતો મેળવી મંત્રીએ હોસ્ટેલની રીપેરીંગની કામગીરી ઝડપી કરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ- મોરબીના ઇન્ચાર્જ ડીન નિરજકુમાર વિશ્વાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, એલ.ઈ.કોલેજના પ્રતિનિધિ, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.પી.કે. દુધરેજીયા સહિતના અધિકારીઑ હાજર રહ્યા હતા




Latest News