મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે યોજાશે


SHARE









મોરબી જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વ વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે યોજાશે

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી અને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ તકે કલેક્ટરએ માર્ગ અને મકાન વિભાગને ગ્રાઉન્ડ, મંડપ, સ્ટેજની વ્યવસ્થા, ધ્વજ ફરકાવવા માટે પોલ, લાઈટિંગ તેમજ જનરેટરની વ્યવસ્થા તેમજ પરેડ માટે એન.સી.સી.,  અને.એસ.એસ. તથા મહિલા પોલીસની ટીમ ખાસ રાખવા, વૃક્ષારોપણ તેમજ સુશોભન તથા સ્વચ્છતા જળવાય વગેરે બાબતોની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.વધુમાં શાળા કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સાહસિકો, વેપારીઓ મંડળો, સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો વધુને વધુ આ કાર્યક્રમનો હિસ્સો બને તેવું આયોજન કરવા વધુમાં તેમણે જણાવ્યું હતું. મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે અને  ૨૦૦૦ થી વધુ લોકો આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં સહભાગી બનશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટેની આ બેઠકમાં ડીડીઓ પરાગ ભગદેવ, એએસપી અતુલ બંસલ, આરએસસી એન.કે. મુછાર સહિતના અધિકારીઓએ હાજર હતા 




Latest News