મોરબીમાં જુદીજુદી છ જગ્યાએ જુગારની રેડ : ૧.૩૨ લાખની મતા સાથે ૩૧ પકડાયા, ૭ ફરાર
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1629092209.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં જુદીજુદી છ જગ્યાએ જુગારની રેડ : ૧.૩૨ લાખની મતા સાથે ૩૧ પકડાયા, ૭ ફરાર
મોરબી જીલ્લા પોલીસે જુદીજુદી છ જગ્યાએ છેલ્લા બે દિવસમાં જુગારની છ રેડ કરી હતી.હજુ શ્રાવણીયો વરસાદ જામો નથી ત્યાં જુગારીઓ જામી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા બે દિવસમાં જ મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકોના સ્ટાફ દ્રારા જુગારની છ રેડ કરવામાં આવેલ છે. જેમાં રૂા.૧,૩૧,૯૭૦ ની રોકડ સાથે જુગાર રમતા ૩૧ પતાપ્રેમીઓ પોલીસની ઝપડે ચડી ગયા હતા જયારે પોલીસને જોઈને સાત ઇસમો ભાગી ગયા હોય તેને પકડી પાડવા માટે મોરબી જીલ્લા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
નઝરબાગ જુગાર
મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા નજરબાગ રેલ્વે સ્ટેશનની સામેના ભાગે બાવળની કાંટમાં જુગાર રમાઈ રહ્યો હોય જાહેરમાં જુગાર રમી રહેલા અયુબ કાસમ પઠાણ સિપાહી રહે.રામદેવપીર મંદિર પાસે સોઓરડી, ચંદુ લાલજી સનારીયા રહે. જવાહર સોસાયટી ભડીયાદ, રાયધન મોહન સાંતોલા કોળી રહે.ગુજરાત શ્રમીક નળીયાનું કારખાનું ભડીયાદ, ચંદુ પોપટ શિરોહીયા કોળી રહે.સોઓરડી મેઇન રોડ, કેશુ લાખા ચાવડા રહે.માળીય-વનાળીયા સોસાયટી સોઓરડી પાછળ, રતિલાલ અરજણ પરમાર રહે.બૌધ્ધનગર ભડીયાદ, હરિ કલા મકવાણા રહે.બૌધ્ધનગર ભડીયાદ, હનીફ ઈસ્માઈલ જુણેજા સંધી રહે.ખવાજા પેલેસ પાસે ૧૪-લાતી પ્લોટ અને વસંત ગોવિંદ ચાવડા રહે.ગાંધી સોસાયટી નજરબાગ પાસે વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવતા ઉપરોક્ત નવેય જુગારીઓની રોકડા રૂપિયા ૩૮,૭૦૦ સાથે પોલીસ દ્રારા ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી
વીસીપરા જુગાર
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના વીસીપરા વિસ્તારમાં સર્વોદય નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજય વિઠ્ઠલ સનુરા, દિપક કેસુ અગેચાણીયા, ભરત નાગજી શેખાણીયા, કાનજી ધનજી ઇંદરીયા અને જયેશ હીરા કુરિયા જુગાર રમતા મળી આવ્યા હોય પાંચેય ઈસમોની બી ડીવીજન પોલીસે રોકડા રૂપિયા ૧૦,૫૬૦ સાથે ધરપકડ કરીને તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
રંગપર જુગાર
મોરબી તાલુકાના રંગપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટાફે રેડ કરી હતી ત્યારે રંગપર ગામની સીમમાં કયુરા સિરામીક નજીક આવેલ વિજય બેકરી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોય ચાર ઈસમોની તાલુકા પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી અજય ભુપત અગોલા કોળી, અશ્વીન કનુ મકવાણા ઠાકોર, ભરત ધીરૂ ખાંભળીયા કોળી અને શૈલેષ રઘુ કુરીયા કોળી નામના ચાર ઈસમોની રોકડા રૂપિયા ૩૪,૦૫૦ સાથે ધરપકડ કરીને તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કીડી જુગાર
હળવદ તાલુકાનાં કીડી ગામે નંદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને પોલીસે પ્રફુલભાઇ નટવરભાઇ કાવર, અશ્વિનભાઇ કરશનભાઇ વામજા અને ચંદુભાઇ પરબતભાઇ ઉઘરેજાને પકડી લીધા હતા જો કે, અશોકભાઇ ધનજીભાઇ પટેલ, અશોકભાઇ દેવજીભાઇ ઝરવરીયા, પંકજભાઇ પ્રાણજીવનભાઇ પટેલ, લાલાભાઇ શંકરભાઇ પટેલ, રજનીકાંત ગુણવંતરાય અને મુન્નાભાઇ ભુદરભાઇ ભાગી ગયા હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રોકડા ૧૯,૩૦૦ કબ્જે કર્યા છે.
ભીમસર જુગાર
મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ અરૂણોદયનગરના સર્કલ નજીક ભીમસર વિસ્તારમાં વાઘજી ઠાકોરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોય મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગોવિંદ નાથા વીકાણી દેવીપુજક, મેરામ કરશન દેલવાણીયા દેવીપુજક, રાયધન કરશન દેલવાણીયા દેવીપુજક, નરેશ માનસિંગ આમેણીયા દેવીપુજક, મહેન્દ્ર વિરમ કુંઢીયા દેવીપુજક રહે.બધા ભીમસર વિસ્તાર મોરબી-૨ જાહેરમાં જુગાર રમતા મળી આવતા તેઓની રોકડા રૂપિયા ૧૧,૨૬૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
ધમલપર જુગાર
મોરબી તાલુકાના ધમલપર-૨ ગામે પ્રાથમિક શાળા નજીકની શેરીમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોય બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશ ગોવિંદ મોરવાડિયા કોળી, અજીત પ્રતાપ અંબાસણિયા કોળી, મહેશ કરશન ચાવડા કોળી, કલ્પેશ ગાંડુ તલસાણીયા કોળી, અર્જુન પ્રતાપ અંબાસણિયા કોળી અને રવિ શંકર કાંજીયા કોળી રહે.બધા ધમાલપર તા.વાંકાનેર ની રોકડા રૂપિયા ૭,૫૪૦ સાથે ધરપકડ કરી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)