મોરબીમાં જુદીજુદી છ જગ્યાએ જુગારની રેડ : ૧.૩૨ લાખની મતા સાથે ૩૧ પકડાયા, ૭ ફરાર
મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં લાગેલી આગ કાબુમાં: કરોડોનું નુકશાન
SHARE
મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં લાગેલી આગ કાબુમાં: કરોડોનું નુકશાન
મોરબી નજીક આવેલ અજંતા ઓરેવા કંપનીમાં ગઇકાલે વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ વિભાગમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેથી કરીને મોરબી અને રાજકોટથી ફાયરની ટીમો બોલાવવામાં આવી હતી અને લગભગ ૧૨ કલાક સુધી ફાયરની તમે કામ કર્યું પછીઓ આગ કાબુમાં આવી હતી અને આ અંગે અજંતા ઓરેવાના દિપકભાઈ પારેખે જણાવ્યું હતું શોર્ટ સર્કિટ થવાથી કંપનીમાં આગ લાગી હતી અને કલર શોપમાં રહેલા થિનર અને પ્લાસ્ટિક મટીરીયલને કારણે આગ વિકરાળ બની ગઈ હતી અને આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તા ૧૫ ના રોજ સવારે ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં આગ લાગી હતી અને મોરબી ફાયર બ્રિગેડ વિભાગના હિતેશભાઈ સહિતનો કાફલો ૩ ફાયર ફાઈટર, આઇસર, ટ્રેકટર સહિતના સરંજામ સાથે કારખાને આવ્યો હતો જો કે, આગ વિકરાળ હોવાથી તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આગા ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે જો કે, આ ઘટનાથી કંપનીને કરોડોનું નુકશાન થયું છે