મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં લાગેલી આગ કાબુમાં: કરોડોનું નુકશાન
હળવદના કવાડીયા પાસે કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE
હળવદના કવાડીયા પાસે કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયેલ યુવાન પાણીમાં ડુબી જતાં તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દિપકભાઇ મહાદેવભાઇ ચારોલા (ઉંમર ૨૮) ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં નર્મદાની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયા હતા ત્યારે પગ લપસી જવાથી તેઓ કેનાલમાં પડી ગયા હતા અને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે દીપકભાઈ ચારોલા ઘટનાસ્થળે જ મોત નિપજયુ આ બનાવની જાણ થતા તરવૈયાઓને બોલાવીને કેનાલમાં વહેતા પાણીમાંથી દીપકભાઈની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની અરજણભાઈ શંકરભાઈ ચારોલા (૫૦) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન પાણીમાં ડુબી ગયો
માળીયા તાલુકાના વાધરવા ગામની સીમમાં નર્મદા પાણી પુરવઠાનું તળાવ આવેલ છે જેમાં રેલવે લાઈનમાં ગેંગમેન તરીકે કામ કરતાં મનોજભાઈ અરજણભાઈ ધામેચા (૩૦) ગત તારીખ ૧૩/૮ ના બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પાણી પીવાની બોટલ ભરવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાના કારણે મનોજભાઈ અરજણભાઈ ધામેચાનું આ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની તેઓના મોટાભાઈ ભરતભાઈ અરજણભાઇ ધામેચાએ પોલીસને જાણ કરી હતી જેથી માળિયા તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃધ્ધનું મોત
માળીયા તાલુકાના ઘાંટીલા ગામે રહેતા નરસીભાઇ પ્રેમજીભાઈ સનીયારા (ઉંમર વર્ષ ૮૦) ગત તા. ૧૭/૭ ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”