મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

મોરબીના શનાળા ગામે પટેલ સમાજ વાડી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને નારી સ્વાવલંબન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સન્માન સપ્તાહ તેમજ નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઈ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પહેલા કન્યાજ્ઞાન પછી જ કન્યાદાન’ની વિભાવનાને ચરિતાર્થ કરવામાં જિલ્લા વહીવટી તંત્રએ સુચારૂ આયોજન કર્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, સરકારની તમામ મહિલા કલ્યાણની યોજનાઓથી મહિલાઓ સ્વાવલંબી તેમજ સમર્થ બની છે આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સખી મંડળોને લોન તેમજ સહાય, વ્હાલી દીકરી યોજના અને કુંવરબાઈનું મામેરૂ યોજનાના મંજૂરી હુકમ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ યોજનાના લાભ તેમજ મહિલા ક્ષેત્રે સારી કામગીરી માટે સન્માન પત્ર વગેરે સાથે અગાઉના બે તબક્કા સાથે ૩ કરોડથી વધુ લોન તેમજ વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ડીડીઓ પરાગ ભગદેવ સહિતના અધિકારીઓએ અને પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News