ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લંપીથી મૃત્યુ પામેલા પશુધન સામે પશુપાલકોને સહાય આપો: મુખ્યમંત્રીને રજુઆત


SHARE







મોરબી જિલ્લામાં લંપીથી મૃત્યુ પામેલા પશુધન સામે પશુપાલકોને સહાય આપો: મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જિલ્લામાં લંપીના લીધે ઘણા પશુના અત્યાર સુધીમાં મોત થયા છે જો કે, દૂધાળા પશુઓના મોત થવાથી ઘણા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લામાં લંપીના લીધે જે પશુધનનાં મોત થયા છે તેની સામે પશુપાલકોને પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવાની માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે અને કલેકટર મારફતે મુખ્યમંત્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મોરબી જિલ્લા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યું છે કે, લંપી વાઈરસથી મોરબી જિલ્લામાં ઘણા પશુના મોત થયા છે જે પૈકીનાં ઘણા પશુઓની નોંધ પણ કરવામાં આવી નથી અને દૂધાળા પશુમાં મોત ઠાવથી પશુપાલકોને આજીવિકાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે મૃત પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરેલ છે અને તમામ પશુપાલકોને વહેલી તકે આ સહાય આપવામાં તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ કહ્યું છે કે, કોરોના કાળમાં જાહેર જનતાના હિતાર્થે માલધારીઓ તેમના ઉત્પાદિત દૂધના ભાવ વધારેલ ન હતા. અને પોતાની પરવા કર્યા વિના ઘેર ઘેર જઈ દૂધ પહોંચતુ કરેલ હતું જેથી હાલમાં આ માલધારીઓ અને પશુ પાલકો ઉપર મુશ્કેલી આવી છે ત્યારે સરકાર તેની સાથે ઊભી રહે તે અનિવાર્ય છે 






Latest News