ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે બાઈક સ્લીપ થવાથી આધેડનું મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે બાઈક સ્લીપ થવાથી આધેડનું મોત

મોરબીના બંધુનગર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામની પાસે રહેતા અને મૂળ બિહારના વતની અમિતેશ્વર સુરેન્દ્રકુમાર વર્મા (ઉમર ૫૩) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી જતા હતા.ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અમિતેશ્વરભાઈ વર્માને ઇજાઓ થઇ હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન અમિતેશ્વરભાઈ વર્માનું મોત નીપજ્યું હતું.જેથી કરીને આ બનાવમાં વિશાલરાજ મનોજકુમાર સિન્હા જાતે કાયસ્થ (ઉમર ૩૯) ની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા બાઇસાબગઢ ગામે રહેતા રંજનબેન ગણપતભાઈ દલસાણીયા નામના ૪૫ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને પાછળના ભાગેથી હડફેટે લેતા ઇજાઓ થવાથી તેઓને મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News