વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની ધરપકડ: સાત દિ’ના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની ધરપકડ: સાત દિ’ના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની એલસીબીના પીએસઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના શનાળા ગામથી રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો મળી આવી હતી જેથી ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાતે જાટ રહે. રાવતસર, પ્રેમ સાગર જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તે ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને દારૂ મંગાવનાર અને મોકલાવનાર સહિતનાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આ કેસની તપાસ એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમાને સોપવામાં આવી હોય તેને મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ સપ્લાય કરનારા રાવતરામ ચેતનરામ કુકણા જાતે જાટ (૪૬) રહે. ગોલિયા જેતમલ ગામ કુકણા કી ઠાણી તાલુકો જુંડા માલાણી રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી  સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આગામી ૧૨ તારીખ સુધી પોલીસ દ્વારા દારૂના નેટવર્કને ભેદવા માટે તેની પૂછપરછ કરવામાં આવશે




Latest News